તમામ વૃદ્ધોને પેન્શન આપનારૂ પહેલું રાજ્ય બન્યું બિહાર

પટણા, તા. 15 : બિહાર 60 વર્ષ કે તેનાથી ઉપરના તમામ વૃદ્ધોને પેન્શન આપનારૂ પહેલું રાજ્ય બન્યું છે.બિહાર સરકારે યૂનિવર્સલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ લોન્ચ કરી છે. જેના હેઠળ 60 વર્ષ કે તેનાથી વધુ ઉમરના વૃદ્ધોને 400 રૂપિયા પ્રતિમાસ પેન્શન મળશે. આ યોજનો લાભ તમામ જાતિ અને દરેક વર્ગના વૃદ્ધને મળશે જેઓને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તરફથી કોઈ પેન્શન મળતું નથી.
દેશના અન્ય રાજ્યોમાં વૃદ્ધાવસ્થા પેન્શન માત્ર બીપીએલ પરિવાર, એસસી,એસીટી, વિધવા મહિલા અને વિકલાંગને જ મળે છે. જો કે બિહારમાં દરેક પુરૂષ અને મહિલા મુખ્યમંત્રી વૃદ્ધજન પેન્શન યોજના હેઠળ પેન્શનના હકદાર બનશે. મુખ્યમંત્રી નિતિશ કુમારે સમાજીક કલ્યાણ વિભાગના એક કાર્યક્રમમાં યોજનાનો પ્રારંભ કરતા કહ્યું હતું કે, યોજનાનો લાભ અંદાજીત 35-36 લાખ વૃદ્ધોને મળશે. આ યોજનાથી રાજ્ય સરકાર ઉપર 1800 કરોડનો બોજ પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer