વિજયવાડા એરપોર્ટે લેવામાં આવી ચંદ્રાબાબુની તલાશી

વિજયવાડા, તા. 15 : આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યમાં વિપક્ષના નેતા એન. ચંદ્રાબાબુ નાયડૂને  શુક્રવારે મોડી રાત્રે પન્નવરમ હવાઈ મથકે તલાશીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. નાયડુને વિમાન સુધી જવા માટે પણ વીઆઈપી સુધિવાથી વંચિત કરી દેવામાં આવ્યા હતા અને સામાન્ય લોકો સાથે બસમાં બેસીને યાત્રા કરવી પડી હતી. ટીડીપીના પ્રમુખને વિમાન સુધી વીઆઈપી વાહનથી પહોંચવાની પણ મંજૂરી મળી નહોતી. આ ઘટના ઉપર ટીડીપીએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને આરોપ મુક્યો હતો કે ભાજપ અને વાઈએસઆર કોંગ્રેસ બદલાની રાજનીતિ કરી રહી છે. ટીડીપીના નેતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ચિન્ના રાજપ્પાએ કહ્યું હતું કે, ચંદ્રાબાબુ સાથે અધિકારીઓનું વલણ અપમાનજનક હતું અને તેમણે ચંદ્રાબાબુની સુરક્ષા સાથે પણ સમજૂતિ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer