17 જૂનથી સંસદનું સત્ર : મનમોહન- ગૌડા નહીં હોય

નવી દિલ્હી, તા. 15 : પૂર્વ વડાપ્રધાન મનમોહનાસિંહની રાજ્યસભાની અવધિ પરિપૂર્ણ થઇ ચુકી છે. આની સાથે જ આ બાબત નક્કી થઇ ગઇ છે કે, જ્યારે નવી સરકારની રચના બાદ 17મી જૂનના દિવસે પ્રથમ સંસદ સત્રની શરૂઆત થશે ત્યારે કોઇ પૂર્વ વડાપ્રધાન ગૃહમાં ઉપસ્થિત રહેશે નહીં. જેડીએસના નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડા તુમકુર લોકસભા ચૂંટણી હારી ગયા છે. મનમોહનાસિંહ માટે બીજી વખત રાજ્યસભામાં ચૂંટાઈ આવવાની બાબત મુશ્કેલરુપ દેખાઈ રહી છે. મનમોહનાસિંહને 2008ની મંદીમાંથી ભારતને બહાર નિકળવાની માટેની ક્રેડિટ જાય છે. તેઓ 1991માં આસામમાં પ્રથમ વખત રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ પ્રથમ વખત મનમોહનાસિંહ સંસદમાં દેખાશે નહીં. આસામ વિધાનસભામાં કોંગ્રેસના 25 ધારાસભ્યો છે જ્યારે રાજ્યસભા સભ્યની ચૂંટણીમાં પક્ષમાં વાટિંગ કરાવવા માટે 43 ધારાસભ્યોની જરૂર પડે છે. જો તેમણે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક ફ્રન્ટના 13 ધારાસભ્યોનું સમર્થન મળે છે તો પણ પાર્ટીને બીજા પાંચ ધારાસભ્યોની જરૂર રહેશે. પાર્ટી તેમને અન્ય રાજ્યોમાંથી પણ રાજ્યસભામાં મોકલી શકે તેવી સ્થિતિમાં નથી. આસામમાં બે સીટ પર ભાજપ અને એલજેપીના સભ્યો ચૂંટાઈને રાજ્યસભામાં પહોંચ્યા છે જ્યારે બાકીની નવ ખાલી સીટોમાં ઓરિસ્સામાં ચાર, તમિળનાડુ, બિહાર અને ગુજરાતમાં ચાર સીટો છે. ગુજરાતને બાદ કરતા કોંગ્રેસ પાસે કોઇપણ જગ્યાએ જરૂરી સંખ્યા નથી. મનમોહનાસિંહ, કર્ણાટક, છત્તીસગઢ, રાજસ્થાન અથવા તો પંજાબમાંથી ચૂંટાઈ રાજ્યસભા જઈ શકે તેમ નથી. કારણ કે, ત્યાં હજુ સીટો ખાલી નથી. જો કે, કોંગ્રેસ ઇચ્છે તો તે પોતાના કોઇ વર્તમાન રાજ્યસભાના સાંસદને રાજીનામુ અપાવીને મનમોહનાસિંહ માટે જગ્યા ખાલી કરાવી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer