કેરળ મારા માટે એટલું જ, જેટલું બનારસ

કેરળ મારા માટે એટલું જ, જેટલું બનારસ
ચૂંટણી બાદ પહેલી વખતના પ્રવાસમાં વડા પ્રધાન મોદીએ લોકોનો માન્યો આભાર

તિરૂવનંતપુરમ, તા. 8 :?લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર `ભગવાનના પોતાના દેશ' કેરળમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટીકાકારોને સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, `અનેક રાજકીય પંડિતો એવું વિચારે છે કે કેરળમાં ભાજપનું ખાતું પણ નથી ખૂલ્યું, આમ છતાં મોદી ધન્યવાદ કરવા પહોંચી ગયા. હું તેમને જણાવવા માગું છું કે કેરળ પણ મારું એટલું જ છે, જેટલું મારું બનારસ છે. જે અમને જીતાડે છે એ પણ?અમારા છે, જે આ વખતે અમને જીતાડવામાં ચૂકી ગયા છે તેઓ પણ?અમારા છે.
આ પછી ગુરૂવાયુરમાં જનસભાને સંબોધિત કરતાં વડાપ્રધાને લોકતંત્રના ઉત્સવમાં ભાગ લેવા માટે કેરળના લોકોને ધન્યવાદ આપ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, `જનતા જનાર્દન' ઇશ્વરનું રૂપ છે. જે આ ચૂંટણીમાં દેશે સારી રીતે જાણ્યું છે. રાજકીય દળ જનતાના મિજાજને ન ઓળખી શક્યા, પરંતુ લોકોએ ભાજપ અને એનડીએના પક્ષમાં પ્રચંડ? જનાદેશ આપ્યો. હું મારું માથું નમાવીને લોકોને નમન કરું છું. મોદીએ ગુરૂવાયુરને પુણ્ય ભૂમિ ગણાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પાંચ હજાર વર્ષ પહેલાંના અતિપ્રાચીન ગુરૂવાયુર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં તુલા ભરણ પૂજન પરંપરા હેઠળ? તેમને કમળના ફૂલોથી તોલવામાં આવ્યા હતા. પૂજા-અર્ચના કરવા માટે એક મુસ્લિમ કિસાન પરિવાર પાસેથી જ 112 કિલો કમળના ફૂલની ખરીદી કરવામાં આવી હતી.
એમ માનવામાં આવે છે કે, કમળના આ ફૂલની ખરીદી તિરૂનવાયાના એક મુસ્લિમ ખેડૂત પાસેથી કરવામાં આવી હતી. ત્રિશુરના ગુરૂવાયુર મંદિર કેરળ અને દુનિયાના સૌથી પ્રાચીન મંદિર પૈકી એક મંદિર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer