મોદીનો પ્રચાર જૂઠાણાં અને નફરતથી ભરપૂર હતો રાહુલ ગાંધી

મોદીનો પ્રચાર જૂઠાણાં અને નફરતથી ભરપૂર હતો રાહુલ ગાંધી
વાયનાડ, તા. 8 : વાયનાડની મુલાકાતના બીજા દિવસે આજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરીને જણાવ્યું હતું કે, તેમનો લોકસભા ચૂંટણીનો પ્રચાર જૂઠાણા અને ઝેર-નફરતથી ભરેલો હતો. વાયનાડના કલપેટ્ટા નગરમાં પક્ષના કાર્યકરોને સંબોધતાં રાહુલે જણાવ્યું હતું કે, મોદી અસહિષ્ણુતા, ક્રોધ અને જૂઠાણાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ચૂંટણીમાં અસત્યનો સહારો લીધો જ્યારે કેંગ્રેસ સત્ય, પ્રેમ અને કરુણા પર આધારિત છે. અમે રાષ્ટ્રીય સ્તરે ઝેરીલા પ્રચારનો સામનો કર્યો. રાહુલે પહેલા દિવસની જેમ આજે પણ રોડ?શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે, મોદી પાસે નાણાં હશે, મીડિયા તેમના પક્ષે હશે પણ અમે તેમની અસહિષ્ણુતા સામે લડવાનું ચાલુ રાખશું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer