કૉંગ્રેસે દિવંગત શંકરરાવ ચવ્હાણની જન્મ શતાબ્દી વર્ષની

કૉંગ્રેસે દિવંગત શંકરરાવ ચવ્હાણની જન્મ શતાબ્દી વર્ષની
ઉજવણીની રાજ્ય સરકાર સામે માગણી કરી 

મુંબઈ, તા. 8 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દિવંગત શંકરરાવ ચવ્હાણની જન્મ શતાબ્દી વર્ષની રાજ્યમાં સત્તાવાર ઉજવણી કરવાની માગણી કૉંગ્રેસે રાજ્ય સરકાર સામે રાખી છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સુશિલકુમાર શિંદેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આવી માગણી કરતો પત્ર લખ્યો છે જેમાં જણાવાયું હતું કે રાજ્યના વિકાસમાં શંકરરાવ ચવ્હાણનું મોટું પ્રદાન રહ્યું છે.
સ્વતંત્રતા સંગ્રામમાં તેઓ મરાઠવાડામાં જાણીતા સેનાની હતા અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉપરાંત કેન્દ્રના ગૃહ, સંરક્ષણ અને નાણાપ્રધાન તરીકે પણ નોંધનીય કામગીરી કરી હતી. મહારાષ્ટ્રમાં રાજકીય, શૈક્ષણિક, કૃષિ અને સિંચાઇ ક્ષેત્રે તેમણે અમૂલ્ય યોગદાન આપેલું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer