ભાજપના અસંતોષને ડામવા મહારાષ્ટ્રના પ્રધાનમંડળનું વિસ્તરણ કૉંગ્રેસ

ભાજપના અસંતોષને ડામવા મહારાષ્ટ્રના પ્રધાનમંડળનું વિસ્તરણ કૉંગ્રેસ
મુંબઈ, તા. 8 (પીટીઆઇ) : વિધાનસભાની ચૂંટણી માટે ગણીને ચાર મહિના પણ બાકી નથી ત્યારે ભાજપના વિધાનસભ્યોના અસંતોષને ડામવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંડળના વિસ્તરણનો નિર્ણય લીધો છે, એવો દાવો કૉંગ્રેસના પ્રદેશપ્રમુખ અશોક ચવ્હાણે આજે કર્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં ચવ્હાણે કહ્યું હતું કે પ્રધાનમંડળના વિસ્તરણથી પારદર્શી અને સુશાસનનો હેતુ પાર નથી પડવાનો. હવે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી માટેની આચારસંહિતાનો અમલ શરૂ થશે, તેથી નવા પ્રધાનો લોકોના કોઇ કામ નહીં કરી શકે. ફડણવીસ એવું બતાડવા માગે છે કે તેમણે નવા ચહેરાઓને પ્રધાન બનવાની તક આપી, પરંતુ ભાજપમાં અસંતોષ છે તેને ડામવા આ વિસ્તરણ કરાઇ રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer