બાંગ્લાદેશની સામે ઇંગ્લૅન્ડનો 106 રને વિજય

બાંગ્લાદેશની સામે ઇંગ્લૅન્ડનો 106 રને વિજય
કાર્ડીફ્ફ, તા. 8 (પીટીઆઈ) : વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં ઇંગ્લૅન્ડે જેસન રૉયની 153 રનની ઝંઝાવતી બૅટિંગની મદદથી બાંગ્લાદેશ સામે 106 રનથી વિજય મેળવ્યો છે.
ટોસ જીતીને બાંગ્લાદેશે ઇંગ્લૅન્ડની ટીમને પહેલા બૅટિંગ લેવા મોકલી હતી. ઇંગ્લૅન્ડે 50 ઓવરમાં છ વિકેટના ભોગે 386 રન ફટકાર્યા હતા બાદમાં ઇંગ્લૅન્ડે બાંગ્લાદેક્ષને 48.5 ઓવરમાં 280 રનના જુમલે અૉલઆઉટ કર્યું હતું. બાંગ્લાદેશના અૉલ રાઉન્ડર શાકીબ અલ હસને 121 રન કર્યા હતા.
આ પહેલાં વિશ્વકપની 12મી મેચમાં આજે કાર્ડિફમાં ઈંગ્લેન્ડને બાંગલાદેશ સામે 387 રનનું વિશાળ લક્ષ્ય ખડક્યું હતું. બાંગલાદેશે ટોસ જીતીને બોલિંગ લીધા બાદ આ નિર્ણય તેને ભારે પડતો હોય એમ ઈંગ્લેન્ડના બેટધરોએ નબળી બોલિંગનો ભરપૂર ફાયદો ઉઠાવતાં સ્પર્ધામાં તેનો સૌથી મોટો અને સ્પર્ધાનો સાતમો સૌથી ઉચ્ચતમ જુમલો નોંધાવ્યો હતો. આ પહેલાં ઈંગ્લેન્ડે 2011માં ભારત સામે વિશ્વકપમાં 8 વિકેટે 338 રન બનાવ્યા હતા જે તેનો ઉચ્ચ સ્કોર હતો.
આજની મેચમાં ટીમના બંને ઓપનર જેસન રોય અને બેરસ્ટોએ આરંભથી જ ખભા ઉંચકીને બાંગલાદેશી બોલરોને ઝૂડયા હતા. રોયે 121 દડામાં 153 રન બનાવ્યા હતા જે દરમ્યાન 14 ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા. રોયની સ્પર્ધાની આ પહેલી સદી હતી. બેરસ્ટોએ 51 રન બનાવ્યા હતા અને તે 128 રનની પહેલી વિકેટની ભાગીદારી સાથે મોતર્ઝાનો શિકાર બન્યો હતો. રૂટે 21 રન બનાવ્યા હતા જોસ બટલર 44 દડામાં 64 રન બનાવીને આઉટ થયો હતો તેણે મોર્ટન સાથે ચોથી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. કપ્તાન ઈયોન મોર્ગને 35 રન બનાવ્યા હતા.
બાંગલાદેશની બોલિંગ નિસ્તેજ અને અસહાય જણાઈ હતી. તેના બોલર્સ ઝુડાયા હતા. સૈફુદ્દીન અને મહેંદી હસન મિરાઝને બે-બે જ્યારે મોર્તઝા અને રહેમાનને 1-1 વિકેટ મળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer