ટોકિયો અૉલિમ્પિક બાદ નિવૃત્તિ લઈ શકે છે મેરી કોમ

ટોકિયો અૉલિમ્પિક બાદ નિવૃત્તિ લઈ શકે છે મેરી કોમ
નવી દિલ્હી, તા. 8: સ્ટાર મહિલા બોક્સર મેરીકોમ આગામી વર્ષે ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિક બાદ નિવૃત્તિ લઈ શકે છે. મણિપુરની મેરી કોમે અગાઉ ગુરુવારે કહ્યું હતું કે, તેનું મુખ્ય લક્ષ્ય દેશ માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે.
છ વખતની વિશ્વ ચેમ્પિયન મેરીકોમે નિવૃત્તિને લઈને કહ્યું હતું કે, 2020 બાદ નિવૃત્તિ લઈ શકે છે પણ મુખ્ય મિશન દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે. મેરી કોમે કહ્યું હતું કે, ઘણા યુવા ખેલાડીઓ બોક્સિંગની રમતમાં આવી રહ્યા છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે અને તેમાંથી વધુ એક મેરી કોમ મળી જશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer