અમદાવાદમાં 20 દિવસની બાળકીની હત્યા ત્રણ આરોપીની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.8: અમદાવાદમાં અસામાજિક તત્વોનો ાતંક ચરમસીમાએ પહોંચ્યો છે. મેઘાણીનગરમાં અસામાજિત તત્વેએ 20 દિવસની બાળકીની હત્યા કરી હતી. બુટલેગર સતિષ સહિતના શખ્સોએ ઘુસીને પરિવાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન મહિલા સાથે મારામારીમાં બાળકીને ભારે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. આ મામલે પાંચ આરોપીઓ સામે ફરિયાદ થતા  ક્રાઇમ બ્રાન્ચે બુટલેગર સતીષ, હિતેષ અને લખન ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે. જો કે હજુ સુધી આ હત્યા કેસમાં 2 આરોપીઓ ફરાર છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. 
મેઘાણીનગરમાં ચમનપુરા ખાતે આવેલી બાપાલાલની ઘાંચીની ચાલીમાં રહેતા લક્ષ્મીબેન મુકેશભાઇ પટણીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની દિકરી ખુશબુ અને દિવ્યા સગર્ભા હોવાથી તેમના ઘરે રહેવા માટે આવ્યા હતા. ખુશબુબેનને તા.17 મે ના રોજ દીકરીનો જન્મ થયો હતો. ગુરૂવારે રાત્રે પોતાના પરિવાર સાથે ઘર પાસે ખાટલામાં બેઠા હતા ત્યારે ચમનપુરા પતરાવાળી ચાલીમાં રહેતા સતીષ વિઠ્ઠલભાઇ પટણી, ગોપાલ ઉર્ફે હોલી ગોવિંદભાઇ પટણી, દિપક વિઠ્ઠલભાઇ પટણી તથા હિતેષ રોહિતબાઇ મારવાડી અને લખન ઠાકોર હાથમાં લોખંડની પાઇપ તથા ધોકા લઇને ચાલીમાં ધસી આવ્યા હતા. એટલું જ નહીં કોઇપણ કારણ વગર ચાલીના રહીશોને ગાળોબોતા હતા. ફરિયાદીના ધર પાસે આવીને એકદમ ફરિયાદીની દીકરી દિવ્યાને ગોપાલે માથામાં ધોકો માર્યો હતોતેમજ ફરિયાદની દીકરી ખુશબના હાથમાં તેની 20 દિવસની નવજાત બાળકી હતી તેને સતીષ પટણે પાઇપથી ફટકો માર્યો હતો. 
આ બનાવના કારણે બુમાબુમ થતા લોકોના ટોળેટાળા એકઠા થઇ જતા આરોપો નાસી ગયા હતા. ગંભીરર ાuતે ઘવાયેલી બાળકી અને બે મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોકટરે બાળકીને મરણ પામેલી જાહેર કરી હતી. આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારો સહિત મેઘાણીનગર પોલીસનો કાફલો દોડી આવ્યોહતો. પોલીસે ખૂન તથા રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સતીષ પટણી, હિતેશ મારવાડી અને લખન ઠાકોરની ધરપકડ કરીને ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer