ભારત આવતા મહિને અવકાશમાં યુદ્ધ કવાયત યોજશે

નવી દિલ્હી, તા.8: ભારતે ગત માર્ચ માસમાં સફળતાપૂર્વક એન્ટી-સેટેલાઇટ (એ-સેટ) મિસાઇલ અવકાશમાં છોડયા પછી તેમજ તે પછી તરત જ નવી ત્રિપાંખીયા ડિફેન્સ સ્પેસ એજન્સી શરૂ કર્યા પછી ભારત હવે આવતા મહિને પોતાની સર્વપ્રથમ ઉત્તેજીત અવકાશ યુદ્ધ કવાયત યોજવાનું આયોજન કરી રહ્યું છે.
`ઇન્ડ સ્પેસએઁક્સ' નામની આ કવાયત મૂળભૂત રીતે ``ટેબલ -ટોપ વોર ગેઇમ'' હશે. લશ્કર અને વિજ્ઞાન ક્ષેત્રના તમામ હિસ્સેદારો જોડાશે. અલબત્ત તેમાં ચીન જેવા દેશો દ્વારા ભારતની અવકાશ સંમતિ ઉપરના જોખમને ટાળવાની ગંભીરતા ભારત સમજે છે કે બાબતનો આમાં ભાર મૂકવામાં આવ્યો છે.
હવે અવકાશનું લશ્કરીકરણ થઈ રહ્યું છે અને તેમાં સ્પર્ધા અને હરીફાઇ પેશી ગઈ છે. આગામી જુલાઇ માસના અંતે સંરક્ષણ ખાતાના ઇન્ટિગ્રેટેડ ડીફેન્સ સ્ટાફના નેજા હેઠળ યોજાનાર આ કવાયતનો મુખ્ય હેતુ યુદ્ધની આખરી સીમાઓ ઉપર આપણે આપણા રાષ્ટ્રીય હિતોની રક્ષા કરી કરવા જરૂરી અવકાશી અને પ્રતિ-અવકાશી સુરક્ષા ક્ષમતાઓ ધરાવીએ છીએ કે કેમ તે અંગે આકલન કરવાનો છે. એક જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે અવકાશમાં વધતા પડકારોના સામના માટે ઇન્ડસ્પેસએક્સ વધુ સારી રીતે ઉપયોગી થશે. ચીને 2007ના જાન્યુઆરીમાં એક હવામાન ઉપગ્રહ સામે એ-સેટ મિસાઇલનો પ્રયોગ કર્યા બાદ અવકાશમાં કાઇનેટીક (સીધા મિસાઇલો છોડવા) અને નોન-કાઇનેટીક (લેસર-ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ) જેવી અવકાશની લશ્કરી ક્ષમતાઓ વિકસાવી લીધી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer