વિદેશી હૂંડિયામણની અનામત સતત વધીને 421.8 અબજ ડૉલર થઈ

મુંબઈ, તા. 8 : દેશની વિદેશી ચલણોની અનામત 31 મે, '19ના પૂરા થયેલા સપ્તાહમાં 1.875 અબજ ડૉલર વધીને 421.867 અબજ ડૉલરની થઈ હતી. જે તેના આગલા સપ્તાહમાં 1.99 અબજ ડૉલર વધીને 419.99 અબજ ડૉલરની નોંધાઈ હતી.
સૂચિત સપ્તાહ માટે વિદેશી ચલણની અસ્કયામત 1.946 અબજ ડૉલર વધીને 394.134 અબજ ડૉલર થઈ હતી. ડૉલરની દૃષ્ટિએ વિદેશી ચલણની અસ્કયામતોમાં યુરો, પાઉન્ડ અને યેનની ધન રાશિ આવી જાય છે.
આગામી 13 એપ્રિલ, 2018માં વિદેશી હૂંડિયામણની અનામત 426.028 અબજ ડૉલરની વિક્રમ સપાટીને સ્પર્શી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer