મોંઘી થશે હવાઈ સફર

સરકાર વસૂલશે એવિએશન સિક્યોરિટી ફી
 
નવી દિલ્હી, તા. 8 :  દેશમાં હવાઈ સફર ફરી એક વખત ફરી એક વખત મોંઘી થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે એવિએશન સિક્યોરિટી ફી (એએસએફ) વસુલવાની મંજૂરી આપી દીધી છે. જેથી હવે મુસાફરી કરતા લોકોને પેસેન્જર  સર્વિસ ફીની જગ્યાએ એએસએફની ચૂકવણી કરવી પડશે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના કહેવા પ્રમાણે એએસએફ આગામી 1 જુલાઈથી અમલવામાં આવશે. સત્તાવાર આદેશ પ્રમાણે  સ્થાનિક યાત્રીઓથી એએસએફની વાત કરવામાં આવે તો પ્રતિ યાત્રી 150 રૂપિયા વસુલવામાં આવશે. જ્યારે આંતરરાષ્ટ્રીય યાત્રીઓ પાસેથી 4.85 ડોલર એએસએફ રૂપે વસુલવામાં આવશે.  એક જુલાઈથી લાગુ થઈ રહેલા ચાર્જનો ઉપયોગ એરપોર્ટ ઉપર સિક્યોરિટી ડયૂ ક્લિયર કરવા માટે થશે. અત્યારસુધી  પીએઁસએફની વસુલાત થતી હતી. જેમાં ભારતીય રૂપિયામાં જારી થતી ટિકિટમાં 130 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય યાત્રી પાસેથી 225 રૂપિયા લેવામાં આવતા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer