ચંદ્ર પર જઈ રહ્યાનું જણાવવાનું નાસા બંધ કરે ટ્રમ્પે કર્યું ટ્વીટ

વોશિંગ્ટન, તા. 8: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાસાને ટ્વિટ કરી ટકોર કરી છે કે નાસાનું યાન ચંદ્ર પર જઈ રહ્યું છે એમ જણાવવાનું તે બંધ કરે. તેમના વહીવટીતંત્રે 24 સુધી ચંદ્ર પર બીજી વાર જવાનું લક્ષ્ય ઠરાવ્યું છે ત્યારથી આ મામલે ભ્રામક સ્થિતિ સર્જાઈ છે. યુરોપના પ્રવાસેથી પરત આવવા દરમિયાન એરફોર્સ વનમાં તેમણે કરેલા આ ટ્વિટમાં તેમણે વધુમાં જણાવ્યું છે કે આપણે આની પર પૈસા ખર્ચી રહ્યા છીએ ત્યારે નાસાએ એમ ન કહેવું જોઈએ કે અમે ચંદ્ર પર જઈ રહ્યા છીએ, જે મિશન આપણે પચાસ વર્ષ પહેલાં જ કરી ચુક્યા છીએ. આપણે જે કંઈ મોટું કાર્ય કરી રહ્યા હોઈએ તેની પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમ કે મંગળ (ચંદ્રની યાત્રાનો હિસ્સો છે), સુરક્ષા અને વિજ્ઞાન.
ટ્રમ્પના આ ટ્વિટથી એવું જણાઈ રહ્યં છે કે તેઓ અમેરિકી એજન્સીને અનુરોધ કરી રહ્યા હોય કે તેણે મંગળના મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ચંદ્રનું મિશન તો આ દિશામાં માત્ર એક કદમ આગળ વધારવા જેવું છે.
ઉપપ્રમુખ માઇક પેન્સે '24 સુધીમાં ચંદ્ર પર વાપસીની યોજના અંગે ઘોષણા કરી હતી, જો કે કેટલાક વિશેષજ્ઞોને એ અભિયાન સમયસર પૂરું થવા વિશે આશંકા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer