હમે અલ્પસંખ્યકો કા વિશ્વાસ જીતના હૈ મોદી

હમે અલ્પસંખ્યકો કા વિશ્વાસ જીતના હૈ મોદી
સબ કા સાથ, સબ કા વિકાસ ઔર સબ કા વિશ્વાસ

નવી દિલ્હી, તા. 28 (પીટીઆઈ): વડાપ્રધાન નરેદ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએ અને ભાજપ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ફરી એકવાર ઐતિહાસિક સંબોધન કર્યું હતું જેમાં મોદીએ કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસ અને તમામનો વિશ્વાસ અમારો મૂળ મંત્ર છે. ગરીબોની જેમ જ લઘુમતીઓ સાથે પણ ઠગાઈ કરવામાં આવી છે. તેમને ડરાવીને રાખવામાં આવ્યા છે. તેમના વિકાસ તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમનો માત્ર વોટબેંક માટે ઉપયોગ થયો છે. તેમનો વિશ્વાસ જીતવાની પણ જરૂર છે.
મોદીએ કહ્યું હતું કે, ટીવી પર દેખાય તે માટેના લાલચથી બચવાની જરૂર છે. આનાથી બચીને ચાલવાની સ્થિતિમાં પોતે પણ બચીશું અને બીજાને પણ બચાવીશું. મોદીએ કહ્યું હતું કે, મોદી જ મોદીના ચેલેન્જર તરીકે છે. આ વખતે મોદીએ મોદીને પડકાર ફેંક્યો હતો અને 2014ના તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગૃહમાં મહિલાઓની સંખ્યાનો પણ રેકોર્ડ તૂટી ગયો છે.
વિશ્વાસની ડોર જ્યારે વધારે મજબૂત હોય છે ત્યારે શાસન તરફી લહેર ચાલતી હોય છે. સેન્ટ્રલ હોલની આ ઘટના અસામાન્ય બની ગઈ છે. આજે અમે નવા ભારતમાં સંકલ્પને લઇને નવી ઊર્જા સાથે આગળ વધવા જઈ રહ્યા છે. ચૂંટણી અભિયાનના સમયે અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ અમારા તમામ સાથીઓને વિશ્વાસ હતો કે, અમે 50 ટકાની લડાઈ લડીશું અને અમે જીતીને આવ્યા છે.
મોદીએ પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, નિયમોના પાલનમાં કોઇ સંકોચ રાખવાની જરૂર હોવી જોઇએ નહીં. વીઆઈપી કલ્ચરથી દૂર રહેવાની જરૂર છે. અમને તમામ પ્રજાનું સન્માન કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં લોકોની નજીક પહોંચી શકાશે. મોદીએ ઉમેર્યું હતું કે, જેટલા મત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની પ્રમુખની ચૂંટણીમાં મળ્યા હતા. અમારા વોટમાં એટલાનો તો વધારો થયો છે. જનપ્રતિનિધિઓ માટે કોઇ અલગ હોઈ શકે નહીં.
વિનોબાભાવે કહેતા હતા કે ચૂંટણીથી વિભાજન થાય છે પરંતુ 2019ની ચૂંટણીએ તમામ દિવાલો તોડી દીધી છે. મોદીએ સફળતા માટે તમામનો આભાર માન્યો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે પણ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, અમને વિશ્વાસ હતો કે, મોદીનાં નેતૃત્વમાં અમને પૂર્ણ બહુમતી મળશે. ભાજપને 303 અને એનડીએને 353 સાંસદો મળ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer