ભારતીયો ભાગ્યશાળી છે કે, તેમની પાસે નરેન્દ્ર મોદી છે ટ્રમ્પ

ભારતીયો ભાગ્યશાળી છે કે, તેમની પાસે નરેન્દ્ર મોદી છે ટ્રમ્પ
વોશિંગ્ટન, તા. 25 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઐતિહાસિક વિજયની વધામણી આપનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારતીયો ભાગ્યશાળી છે કે, તેમની પાસે મોદી છે. ટ્રમ્પે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીને `મહાન વ્યક્તિ' ગણાવ્યા છે. મેં ફોન કરીને તેમને અભિનંદન આપ્યા છે. મોદી ભારતીયોના નેતા છે. અમેરિકાના એક અન્ય નેતા અને ટ્રમ્પના પુત્રી ઈવાંકા ટ્રમ્પે પણ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં કહ્યું કે, ભારતના લોકો માટે હવેનો સમય રોમાંચક હશે.
મોદીએ પણ ઈવાંકાનો આભાર માનતા કહ્યં હતું કે, ધન્યવાદ ઈવાંકા આપ જેવા ભારતના સાચા મિત્રોની શુભકામના અમૂલ્ય છે.
દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનમાં યોજાનારા જી-20 શિખર સંમેલનમાં મુલાકાત કરવા સહમત થયા છે. બન્ને નેતાઓએ અમેરિકા-ભારત વચ્ચેની રણનીતિક ભાગીદારી મજબૂત કરવા અને છેલ્લાં બે વર્ષની ઉપલબ્ધિઓ ઉપર વધુ કામ કરવાનો ઈરાદો જાહેર કર્યો છે. વ્હાઈટ હાઉસે કહ્યું છે કે ટ્રમ્પે લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ મોદીને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer