તમારી લિફ્ટ બંધ પડવાનું કારણ કદાચ આ હોઈ શકે

તમારી લિફ્ટ બંધ પડવાનું કારણ કદાચ આ હોઈ શકે
પોલીસે લિફ્ટના કંટ્રોલ ડ્રાઈવ ચોરતી ગૅંગ પકડી, 39 ડ્રાઈવ જપ્ત કર્યા

મુંબઈ, તા. 25 : કલ્યાણ-ડોમ્બિવલી, બદલાપુર, અંબરનાથ અને થાણે પરિસરમાંના મોટા રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં લિફ્ટના ડ્રાઈવ ચોરવાની અનેક ઘટના સામે આવતા પોલીસે ચૂપચાપ તપાસ શરૂ કરી હતી.
ક્રાઈમ બ્રાંચના ઉલ્હાસનગર યુનિટ ચારના અધિકારીઓએ લગભગ 50થી 60 હાઉસિંગ સોસાયટીના સીસીટીવી કૅમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને તેમાંથી મળેલી કડીના આધારે  વિકાસ તિવારી (23) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પોલીસને આરોપી પાસેથી કોઈ ડ્રાઈવ મળ્યા નહોતા, પણ તેણે જે દલાલનું નામ આપ્યું હતું તેની પાસેથી પોલીસને 39 લિફ્ટ કંટ્રોલ ડ્રાઈવ મળ્યા હતા. સાત લાખ 80 હજારની કિંમતના આ ડ્રાઈવ આ દલાલે આરોપી પાસેથી માત્ર પાંચ હજારમાં ખરીદ્યા હતા. દલાલ આ ડ્રાઈવ બજારમાં 25થી 30 હજારમાં વેચતો હતો. પોલીસે આ દલાલની પણ ધરપકડ કરી છે અને તેમના અન્ય સાગરીતોને શોધી રહી છે. પોલીસે કહ્યું હતું કે હાઉસિંગ સોસાયટીઓમાં બપોરે અવરજવર બહુ ઓછી હોય છે અને એનો ફાયદો ઉઠાવી ચોર અગાશી પરના લિફ્ટ રૂમમાંથી આ કંટ્રોલ ડ્રાઈવની ચોરી કરતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer