નરેશ ગોયલ અને તેમનાં પત્નીને પ્લેનમાંથી નીચે ઉતારાયાં

નરેશ ગોયલ અને તેમનાં પત્નીને પ્લેનમાંથી નીચે ઉતારાયાં
બંને દુબઈ થઈને લંડન જતાં હતાં, સાથે હતી ચાર મસમોટી સૂટકેસ

મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : જેટ ઍરવેઝના ભૂતપૂર્વ ચૅરમૅન નરેશ ગોયલ અને તેમનાં પત્ની અનિતા ગોયલને મુંબઈ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન સત્તાવાળાઓએ વિદેશ જવાની પરવાનગી આપી નહોતી એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ગોયલ દંપતી એમિરાત ઍરવેઝના ફ્લાઇટમાં દુબઈ થઇને લંડન જવા પ્લેનમાં બેસી પણ ગયાં હતાં. પ્લેનને પાછું પાર્કિંગ બૅમાં બોલાવવામાં આવ્યું હતું. બન્ને જણ ચાર એકદમ મોટી સૂટકેસ સાથે સફર કરતા હતા. આ ચેક-ઇન બગેજ અનિતા ગોયલના નામે હતું. ગોયલ દંપતીની સાથે બગેજને પણ ઉતારવામાં આવ્યું હતું આને લીધે ફ્લાઇટ એક ક્લાક મોડી પડી હતી.
ગોયલ કંપનીને પ્લેનમાંથી શા માટે ઉતારવામાં આવ્યાં એ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ ગોયલ ઇતિહાદ ઍરલાઇન્સના અધિકારી સાથે મિટિંગ કરવા જઈ રહ્યા હતા. આ ઉપરાંત તેઓ હિન્દુજા ગ્રુપના અધિકારીઓને પણ મળવાના હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer