પૅરાસેલિંગ દરમિયાન રસ્સી તૂટી

પૅરાસેલિંગ દરમિયાન રસ્સી તૂટી
પિતા-પુત્ર ઊંચાઈએથી નીચે પડયા, એકનું મૃત્યુ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : મુરુડના દરિયાકિનારે પૅરાસેલિંગ દરમ્યાન રસ્સી તૂટી જતાં પિતા-પુત્ર ઉંચાઈએથી નીચે પડયા હતા. આ ઘટનામાં પુત્ર વેદાંત ગણેશ પવાર (15)નું મૃત્યુ થયું હતું, જ્યારે પિતા ગણેશ પવારને ગંભીર ઈજા થઈ હતી. પૅરાસેલિંગ કરવનાર સામે મુરુડ પોલીસે ગુનો નોંધ્યો છે.
ગણેશ પવાર પુણેમાં કસબા પેઠના રહેવાસી છે. તેઓ પરિવાર સાથે મુરુડ ફરવા આવેલા. શનિવારે બીચ પર પૅરાસેલિંગ કરવા પિતા-પુત્ર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. વેદાંતનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે ઘાયલ ગણેશ પવારને મુરુડની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer