બાર્સેલોનાના કોચની ટીકા યોગ્ય નથી મેસી

બાર્સેલોનાના કોચની ટીકા યોગ્ય નથી મેસી
બાર્સેલોના, તા. 25 : સ્પેનિશ લીગનો ખિતાબ જીતવા છતાં એફસી બાર્સેલોનાના કોચ એર્નેસ્તો વલ્વેર્દેની સતત ટીકા થઈ રહી છે. તેવામાં ક્લબના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી કોચના બચાવમા ઉતર્યો છે. મેસીએ સ્વીકાર્યું હતું કે, એનફીલ્ડ ઉપર ઇંગ્લિશ ક્લબ લિવરપુલ સામે યુરોપીય ચેમ્પિયન્સ લીગમાં મળેલી હાર નિરાશાજનક હતી પણ વલ્વેર્દેને ટીમના ખરાબ પ્રદર્શન માટે દોષ આપવો યોગ્ય નથી. મેસીએ કહ્યું હતું કે, દોષ અમને ખેલાડીઓને આપવો જોઈએ. એક વર્ષ પહેલા એએસ રોમા સામે જે થયું તેનું પુનરાવર્તન થવા દેવું યોગ્ય નહોતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer