ઈંગ્લૅન્ડની ટીમ પણ કરતી હતી બૉલ ટેમ્પરિંગ મોન્ટી પાનેસર

ઈંગ્લૅન્ડની ટીમ પણ કરતી હતી બૉલ ટેમ્પરિંગ મોન્ટી પાનેસર
ભૂતપૂર્વ ખેલાડીએ જ કર્યા આક્ષેપો : સન ક્રિમ અને મિંટ વાપરીને કરાતા હતા ચેડાં

નવી દિલ્હી, તા. 25 : ઈંગ્લેન્ડની ટીમના પૂર્વ સ્પિન મોન્ટી પાનેસરે પોતાની જ ટીમ ઉપર બોલ ટેમ્પરિંગના ગંભીર આરોપો મુક્યા છે. મોન્ટીએ પોતાના પુસ્તક ધ ફૂલ મોન્ટીમાં ક્રિકેટના અનુભવો અને ખુલીને વાત કરીછે. કિતાબમાં બોલ ટેમ્પરિંગની વાત પણ કબૂલી છે અને કહ્યું છે કે ટીમના સાથી ખેલાડી અને પોતે પણ પ્રમુખ બોલર જેમ્સ એન્ડરસનની મદદ માટે બોલ સાથે ચેડા કર્યા છે.
ઈંગ્લેન્ડ માટે 2006થી 2013 સુધી 50 ટેસ્ટ રમનારા લેફ્ટ આર્મ સ્પિનર મોન્ટી પાનેસરે કહ્યું હતું કે, બોલ ટેમ્પરિંગ માટે કેવી કેવી તરકીબનો ઉપયોગ કરવામાં આવતો હતો. મોન્ટીના પુસ્તકનો અમુક હિસ્સો એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં મોન્ટીના આરોપોએ ફરી એક વખત ક્રિકેટની દુનિયાને હચમચાવી દીધી છે. મોન્ટીએ કહ્યું છે કે મિંટ અને સન ક્રિકના ઉપયોગથી બોલને રિવર્સ સ્વિંગ કરવામાં મદદ મળતી હતી. આ ઉપરાંત જાણીજોઈએ ટ્રાઉઝર્સની જીપ સાથે બોલને ઘસવામાં આવતો હતો જેથી એકતરફથી બોલ વધુ ખરાબ થઈને રિવર્સ સ્વિંગ થઈ શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer