અભ્યાસ મૅચમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતની હાર

અભ્યાસ મૅચમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતની હાર
179 રનમાં જ ભારતીય ટીમ ઓલઆઉટ : ન્યૂ ઝીલૅન્ડે 4 વિકેટના નુકસાને લક્ષ્ય મેળવ્યું 
 
લંડન, તા. 25 : વિશ્વકપના મુખ્ય મુકાબલા પહેલા શરૂ થયેલા વોર્મઅપ મેચમા ન્યૂઝિલેન્ડે ભારતને 6 વિકેટે હાર આપી હતી. ભારતે પહેલા બેટિંગનો નિર્ણય કરતા 39.2 ઓવરમાં 179 રને ઓલઆઉટ થઈ હતી. જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમે 37.1 ઓવરમાં 4 વિકેટના નુકશાને જ  180 રન કરી લીધા હતા.  જેમાં કેન વિલિયમ્સન અને રોસ ટેલરની અર્ધસદી મુખ્ય રહી હતી. 
અભ્યસા મેચમાં ભારતે પહેલા બેટિંગની શરૂઆત કરતા બીજી જ ઓવરમાં 3 રનના કુલ સ્કોરે રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ત્રીજી ઓવરમાં શિખર ધવન પણ બે રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સમયાંતરરે વિકેટ પડતા 100 રનની અંદર જ સાત વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં લોકેશ રાહુલ, વિરાટ કોહલી, હાર્દિક પંડયા, દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ થાય છે. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા 50 બોલમાં જ 54 રન ફટકાર્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. રવિન્દ્ર જાડેજાની લડાયક ઈનિંગના કારણે ભારતનો સ્કોર 179 રન સુધી પહોંચી શક્યો હતો. જ્યારે હાર્દિક પંડયાએ પણ 30 રન કર્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે જેમ્સ નીશમને 3 વિકેટ મળી હતી. 179 રનના પડકારને ન્યૂઝિલેન્ડે આસાની 40મી ઓવરના બીજા બોલે જ પાર કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer