આજે વડા પ્રધાન મોદી ગુજરાતમાં

સાંજે અમદાવાદમાં ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી 
 
રાત્રિ રોકાણ કરીને લેશે માતા હીરા બાનાં આશીર્વાદ 

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.25 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની ભવ્ય જીત બાદ આવતી કાલે તા.26 મે, 2019ને રવિવારે ગુજરાતના મહેમાન બનવાના છે. તેઓ સાંજે પાંચ વાગ્યે ગુજરાત આવશે, જ્યાં ગુજરાત ભાજપ દ્વારા તેમનું અમદાવાદ ઍરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે બાદ ત્યાંથી વડા પ્રધાન મોદી સીધા જ ખાનપુર ખાતે ભાજપના કાર્યાલય ખાતે જશે, જ્યાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 
વડા પ્રધાન મોદીના અૉફિશિયલ ટ્વીટર પેજ પરથી ટ્વીટ કરવામાં આવી છે કે, આવતી કાલે સાંજે હું ગુજરાત જઇ રહ્યો છું, મારી માતાનાં આશીર્વાદ લેવા અને બીજા દિવસે સવારે હું કાશી જઇશ. ત્યાંની જનતાનો આભાર માનવા, જેમણે મારામાં ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે. 
ભાજપની જીતની ભવ્ય ઉજવણી બાદ વડા પ્રધાન મોદી ખાનપુર જે.પી. ચોક ખાતે  જાહેરસભા સંબોધશે. જે બાદ તેઓ ગાંધીનગર રાજ ભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને માતા હીરાબાને પણ મળવા જશે. સોમવારે સવારે વડા પ્રધાન મોદી દિલ્હી રવાના થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer