લોકસભાની ચૂંટણી અમેરિકાના મંદિરનો સર્વે સાચો પડયો

ન્યૂ યૉર્ક, તા. 25 : અમેરિકાના કેલિફોર્નિયાના પ્લેસેન્ટિયા ખાતે આવેલા રાધારમણ મંદિર દ્વારા ભારતમાં લોકસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામો વિષે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં રમેશભાઈ, ડૉ. કનૈયાલાલ, કનુભાઈ, દીપકભાઈ, અશ્વિન, અશોકભાઈ, રાજપભાઈ, ભરતભાઈ, ગૌતમભાઈ (હવેલી), બાલુભાઈ, ધીરુભાઈ, ગૌતમભાઈ, રસિકભાઈ, નટુભાઈ, ગરીશભાઈ, રાજેશભાઈ, પ્રવીણકુમાર અને દીપકભાઈ વગેરે મહાનુભાવોએ ભાગ લીધો હતો અને પોતપોતાનું અનુમાન કર્યું હતું. આ મહાનુભાવોએ ભાજપને કેટલી બેઠકો મળશે તેનું અનુમાન કર્યું હતું અને સરેરાશ 303 બેઠકો ભાજપને મળશે એવો વરતારો કર્યો હતો જે સાચો પડયો હતો એમ નટુભાઈ પટેલે એક યાદીમાં જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer