બ્રિટિશ વડા પ્રધાન પદની દોડમાં બસ ડ્રાઇવરનો પુત્ર સામેલ!

લંડન, તા. 25 : થેરેસામેએ ગઇકાલે શુક્રવારે રાજીનામું આપવાની ઘોષણા કર્યા બાદ  બ્રિટિશ વડાપ્રધાન પદ માટે અનેક નામોની ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ટોચના પદની રેસમાં એક બસ ડ્રાઇવરનો પુત્ર પણ સામેલ છે.
અત્યારે વિદેશમંત્રી પદ પર સક્રિય અને પાકિસ્તાની મૂળના સાજિદ વાજિદ આ રેસમાં છે. તેમના પિતા બ્રિટનમાં બસ ડ્રાઇવર હતા. રાજનીતિમાં પ્રવેશવા પહેલાં સાજિદ બેંકિંગ ક્ષેત્રમાં હતા.
બ્રિટનના વડાપ્રધાન પદ માટે સૌથી વધુ ચર્ચા બોરિસ જોનશનનાં નામની થઇ રહી છે. અગાઉ કન્ઝર્વેટિવ પાર્ટીના આ નેતાએ બેક્ઝિટ સમજૂતી પર થેરેસાની રણનીતિ પર નાખુશી બતાવતાં વિદેશમંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું.
બ્રેક્ઝિટના મંત્રી રહી ચૂકેલા 45 વર્ષીય ડોમિનિક રાબને પક્ષમાં યુવા નેતૃત્વનાં રૂપમાં જોવાઇ રહ્યા છે. પાછળથી આ કન્ઝર્વેટિવ નેતા પણ થેરેસાથી અસહમત થતાં રાજીનામું આપી દીધું હતું.
બોરિસે વિદેશમંત્રી પદ છોડયા પછી તેમનું સ્થાન લેનારા  જેરેમી હંટનું નામ પણ ચર્ચાય છે. તો ચાલુ સપ્તાહે જ હાઉસ ઓફ કોમન્સના નેતા પદેથી રાજીનામું દેનારા 56 વર્ષીય ઐંડ્રિયા લીંડસમ પણ બ્રિટિશ વડાપ્રધાન પદની દોડમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer