વિદેશી હૂંડિયામણની અનામત બે અબજ ડૉલર ઘટી

મુંબઈ, તા. 25 : ગયા કેટલાંક સપ્તાહોથી વૃદ્ધિતરફી ઝોક દાખવી રહેલી વિદેશી હૂંડિયામણની અનામત 17મી મે, 2019ના પૂરા થયેલા સપ્તાહ માટે 2.057 અબજ ડૉલર ઘટીને 417.998 અબજ ડૉલર રહી હતી. વિદેશી ચલણની અસ્કયામતમાં ઘટાડાનું આ પરિણામ મનાય છે. આ અનામતનો આંક તેના આગલા સપ્તાહમાં 1.368 અબજ ડૉલર વધીને 420.55 અબજ ડૉલરને સ્પર્શ્યો હતો.
સૂચિત સપ્તાહ માટે વિદેશી ચલણોની અનામત 2.030 અબજ ડૉલર ઘટીને 390.197 અબજ ડૉલર રહી હતી. આમ અન્ય ચલણોની તુલનામાં ડૉલરના મૂલ્યમાં વધારો આ ઘટાડા માટે મુખ્ય કારણ મનાય છે. ડૉલર રૂપિયા સામે ત્રણ માસની ઉચ્ચત્તમ સપાટી 70.5ની સપાટીને સ્પર્શ્યો હતો અને આ કારણે સર્વાંગી રીતે અન્ય કરન્સીઓની અસ્કયામતોના મૂલ્યમાં ઘટાડો રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer