કૉંગ્રેસે સપા-બસપાનાં ગઠબંધનને પહોંચાડયું નુકસાન

યુપીમાં પ્રિયંકાનો દાવો પરિણામોએ જૂઠો પુરવાર કર્યો

લખનૌ, તા. 2પ: લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો હતો કે તેમના ઉમેદવાર કાં તો જીતશે અથવા ભાજપને નુકસાન પહોંચાડશે પરંતુ ચૂંટણી પરિણામોમાં તેમનો એ દાવો ખોટો પૂરવાર થયો છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના ઉમેદવારોએ ઓછામાં ઓછી દસ બેઠકે સપા-બસપા ગઠબંધનને નુકસાન પહોંચાડયું છે. યુપીમાં 8 બેઠકો તો એવી હતી જ્યાં કોંગ્રેસના ઉમેદવારને એટલા જ મત મળ્યા છે, જેટલા મતોથી ગઠબંધનના ઉમેદવારની હાર થઈ છે. આ બેઠકોએ ભાજપી ઉમેદવારોની જીતનું માર્જિન કોંગ્રેસના ઉમેદવારને મળેલા કુલ મતોથી ઓછા છે. આ રીતે કોંગ્રેસના મત જો ગઠબંધનને મળતે તો તેની 8 બેઠકો વધતે. મછલીશહરની બેઠક લડનાર કોંગ્રેસના સાથી પક્ષ જન અધિકાર પાર્ટીને મળેલા મત ગઠબંધનને મળત તો તેની જીત થાત, આ બેઠકે ભાજપી ઉમેદવાર બીપી સરોજ માત્ર 181 મતે જીત્યા છે. સીતાપુરમાં જ ભાજપી ઉમેદવારને 1 લાખ મતોથી જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસી ઉમેદવારને 96 હજારથી વધુ મત મળ્યા છે. આમ કોંગ્રેસને મળેલા મત ગઠબંધનના ઉમેદવારને હારનો સામનો કરવો પડયો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer