આઈસીસીએ લોન્ચ કર્યું વિશ્વકપનું ઓફિશિયલ ગીત `સ્ટેન્ડ બાય''

આઈસીસીએ લોન્ચ કર્યું વિશ્વકપનું ઓફિશિયલ ગીત `સ્ટેન્ડ બાય''
કલાકાર લોરિન અને બ્રિટનના બેન્ડ રુડિમેન્ટલે ગીતમાં રેડયો જીવ

લંડન, તા. 18 : આઈસીસીએ શુક્રવારે તમામ સ્ટ્રામિંગ મંચ ઉપર પુરૂષ વિશ્વકપનું ઓફિશિયલ ગીત `સ્ટેન્ડ બાય' જારી કર્યું છે. આ ગીત 30 મેથી શરૂ થનારા વિશ્વકપ દરમિયાન મેદાન અને શહેરોમાં સંબંધિત કાર્યક્રમોમાં વગાડવામાં આવશે. સ્ટેન્ડ બાયને નવી કલાકાર લોરિન અને બ્રિટનના સૌથી સફળ અને પ્રભાવી બેન્ડ રુડિમેન્ટલે તૈયાર
કર્યું છે. આઈસીસીએ ગીતને પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપર પણ પોસ્ટ કર્યું છે. જેને ટ્વિટર ઉપર લાખો લોકોએ જોયું છે. આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 30 મેથી શરૂ થવાનો છે. આ ટૂર્નામેન્ટનો પહેલો મેચ લંડનના ઓવલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ વખત વિશ્વકપમાં 10 ટીમો રમી રહી છે. જેમાં ઈંગ્લેન્ડ ઉપરાંત ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બંગલાદેશ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ સામેલ છે. ભારતનો પહેલો મુકાબલો 5 જૂનના રોજ સાઉથ હેમ્પટનમાં દક્ષિણ આફ્રિકા સામે થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer