સોશિયલ મીડિયામાં 10 કરોડથી વધુ ફોલોવર ધરાવતો પહેલો ક્રિકેટર કોહલી

સોશિયલ મીડિયામાં 10 કરોડથી વધુ ફોલોવર ધરાવતો પહેલો ક્રિકેટર કોહલી
નવી દિલ્હી, તા. 18 : ભારતમાં ક્રિકેટની રમત જેટલી લોકપ્રિય છે તેટલા જ લોકપ્રિય ક્રિકેટરો પણ  છે. અભિનેતાઓ અને નેતાઓ સાથે ક્રિકેટરોને પણ  સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે અને વિરાટ કોહલીના ફેન ફોલોઈંગનો તો કોઈ જવાબ જ નથી. કોહલી સોશિયલ મીડિયા ઉપર 10 કરોડ ફોલોવર્સ સાથે નંબર વન ક્રિકેટર બન્યો છે. ફેસબૂક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ મળીને વિરાટ કોહલીના 10 કરોડથી પણ વધારે ફોલોવર્સ છે.  કોહલીને ફેસબૂક ઉપર 33.5 મિલિયન, ટ્વિટર ઉપર 29.5 મિલિયન અને ઈન્સ્ટાગ્રામમાં 37 મિલિયન લોકો ફોલો કરે છે.  ટ્વિટર ઉપર રોનાલ્ડોના સૌથી વધુ 7.7 કરોડ ફોલોવર્સ છે. ત્યારબાદ નેમાર જૂનિયરનો નંબર આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer