બર્ટેસને હરાવી ઈટાલિયન ઓપનના ફાઈનલમાં પહોંચી કોંટા

બર્ટેસને હરાવી ઈટાલિયન ઓપનના ફાઈનલમાં પહોંચી કોંટા
રોમ, તા. 18 : બ્રિટનની જોહાના કોંટાએ કિકિ બર્ટેસને હરાવીને ઈટાલિયન ઓપન ટેનિસના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. કોંટાએ છઠ્ઠા ક્રમાંકની બર્ટેસને 5-7, 7-5, 6-2થી હરાવી હતી. આ અગાઉ જાપાનની નાઓમી ઓસાકા હાથમાં ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતા બર્ટેસ સેમિફાઈનલમાં પહોંચી હતી. હવે કોંટાનો સામનો ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસકોવા અથવા યૂનાની ક્વોલીફાયર મીરયા સક્કારી સામે થશે. જ્યારે જોકોવિચનો સામનો ડિએગો શ્વાર્ત્જમેન સામે થશે. આ ઉપરાંત નાડાલ યૂનાનના સ્ટીયાનોસ સિટસિપાસ સામે ટકરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer