હોસ્પિટલમાં પુત્રી સાથે રાત જાગ્યા બાદ મેદાનમાં જેસન રોયે ફટકારી સદી

હોસ્પિટલમાં પુત્રી સાથે રાત જાગ્યા બાદ મેદાનમાં જેસન રોયે ફટકારી સદી
નવી દિલ્હી, તા. 18 : વિશ્વકપ પહેલા ઈંગ્લેન્ડની ટીમ જોરદાર ફોર્મમાં છે. શ્રેણીના ત્રીજા વનડેમાં  પાકિસ્તાને 340 રન બનાવ્યા બાદ પણ ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. જેમાં જેસન રોયની 114 રનની શાનદાર ઈનિંગ પાકિસ્તાનને હરાવવામાં મુખ્ય બની હતી. તેમાં પણ જેસન રોયે ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં સદી ફટકારી હતી. હકીકતમાં એક દિવસ પહેલા જ પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જેના કારણે જેસન રોય હોસ્પિટલમાં આખી રાત જાગ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલેથી સીધો મેદાનમાં પહોંચ્યો હતો. તેમ છતા મુશ્કેલી વચ્ચે જેસન રોયે સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. 114 રનની ઈનિંગ માટે રોયને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer