ચોથી વન-ડેમાં પાકને પછાડી ઈંગ્લેન્ડે શ્રેણી જીતી

ચોથી વન-ડેમાં પાકને પછાડી ઈંગ્લેન્ડે શ્રેણી જીતી
પાકની છેલ્લી 13 મેચમાં 11મી હાર : ઈમામને ઈજા

નોટિંગહામ, તા. 18 : ઈંગ્લેન્ડે ચોથી વન-ડેમાં પણ પાકિસ્તાનને ત્રણ વિકેટે હરાવીને શ્રેણી 3-0ની સરસાઈ સાથે કબ્જે કરી હતી. પાકે બાબર આઝમના 115 રનના સહારે 50 ઓવરમાં 7 વિકેટે 340 રન ખડક્યા હતા. પણ ગૃહટીમે રોયના 80 દડામાં 114, સ્ટોક્સના 71 (અણનમ)ના સહારે 49.3 ઓવરમાં લક્ષ્ય આંબ્યું હતું. પાકની આ છેલ્લી 13 મેચમાં 11મી હાર છે. એક જ જીત મળી છે અને એક મેચ અનિર્ણિત રહી છે. કરને 75 રનમાં 4 વિકેટ ઝડપ્યા બાદ બેટિંગમાં 31 રનનું યોગદાન આપ્યું હતું.
દરમ્યાન વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનની ટીમને મોટો ફટકો પડયો છે. ટ્રેન્ટબ્રિજમાં ચોથી વન-ડે દરમ્યાન ટીમનો ઓપનર ઈમામ ઉલ હક ઈજાગ્રસ્ત થઈ ગયો છે. પાકિસ્તાનની બેટિંગ દરમ્યાન ચોથી ઓવરમાં ઈંગ્લેન્ડના?ઝડપી બોલર માર્ક વૂડે બાઉન્સર ફેંક્યો હતો. આ બોલ પર પૂલ શોટ ચૂકેલા ઈમામની કોણીમાં બોલ વાગતાં ઈમામ બેટ ફેંકીને જમીન પર સૂઈ ગયો હતો. ઈમામની ઈજા ગંભીર હોવાનું કહેવાય છે. ઈમામને ઈજા થતાંની સાથે જ પાકિસ્તાનની ટીમના કોચ મિકી આર્થર નિરાશ થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer