લોકસભાનાં પરિણામ નક્કી કરશે રાજ્ય વિધાનસભા ચૂંટણીની દિશા

મુંબઈ, તા. 18   (પીટીઆઇ)  : 23 મેએ આવનારા લોકસભાની ચૂંટણીના રીઝલ્ટ ચાર કેન્દ્રીય પ્રધાનો અને કૉંગ્રેસના બે મહારથીઓનું ભાવિ ઘડવા સાથે અૉક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની છાપ પાડશે.
મહારાષ્ટ્ર રાજ્ય ઉત્તર પ્રદેશ (80) પછી દેશમાં સૌથી વધારે બેઠકો (49) ધરાવે છે. આમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની યુતિ તેમ જ કૉંગ્રેસ અને નેશનાલિસ્ટ્સ કૉંગ્રેસ પાર્ટીની આઘાડીની શાખ હોડમાં મુકાઈ છે. ભાજપે 25 અને શિવસેનાએ 23 બેઠકો પરથી ઉમેદવારો ઊભા રાખ્યા છે. બીજી બાજુ કૉંગ્રેસે 25 અને એનસીપીએ 19 સીટ પરથી ચૂંટણી લડી છે. આઘાડીએ બે બેઠક તેના સાથીપક્ષોને આપી હતી. 
કૉંગ્રેસ અને ભાજપના નેતાઓ સ્વીકારે છે કે જે પક્ષ લોકસભામાં વધુ બેઠક મેળવશે એનો વિધાનસભામાં બેઠકની ગોઠવણ વખતે હાથ ઉપર રહેશે. આ જ રીતે ક્યાં પક્ષને કેટલા મત મળ્યા એ પણ  વિધાનસભ્યને રીપીટ કરવા કે નહીં એને માટે નિર્ણાયક હશે.
રાજ્ય કૉંગ્રેસના પ્રવકતા રત્નાકર મહાજન કહે છે કે રાજ્ય અને લોકસભાની ચૂંટણીના રાજકીય પરિમાણ અલગ હોય છે આમ છતાં એનો પ્રભાવ વિધાનસભાની ચૂંટણીમાં જરૂર પડે છે. આવું દર વખતે બનતું નથી. 1999માં જે પક્ષોએ કેન્દ્રમાં સરકાર બનાવી એ પક્ષોનો એ વર્ષના ઉત્તરાર્ધમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો હતો. જોકે લોકસભામાં જે પક્ષ મહત્તમ બેઠકો જીતે છે એનો હોસલો બુલંદ થાય છે. 
ચાર કેન્દ્રીય પ્રધાનો નિતીન ગડકરી, હંસરાજ આહીર, સુભાષ ભામરે અને અનંત ગીતે તથા કૉંગ્રેસના બે મહારથીઓ સુશીલકુમાર શિંદે અને અશોક ચવ્હાણનું ભાવિ નક્કી થશે. રાજ્યમાં ચાર તબક્કામાં ચૂંટણી થઈ હતી અને કુલ 867 ઉમેદવારો મેદાનમાં હતા.
ગડકરી નાગુપરમાંથી ફરી ચૂંટણી લડી રહ્યા છે.  તેમની સામે કૉંગ્રેસે નાના પટોલેને ઊભા રાખ્યા છે. 2014માં ગડકરીએ કૉંગ્રેસના વિલાસ મુત્તેમવારને બે લાખથી વધારે મતથી હરાવ્યા હતા. પાટોલે 2014માં ગોંદીયા-ભંડારેથી ભાજપ વતી ઊભા હતા અને તેમણે એનસીપીના હેવીવેઇટ પ્રફુલ પટેલને હરાવ્યા હતા. નાનાએ ભાજપમાંથી રાજીનામું આપીને કૉંગ્રેસમાં જોડાયા હતા. 
થોડા અપવાદ સિવાય નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક હોવા છતાં કૉંગ્રેસનું ગઢ રહ્યું છે. નાગપુર પર બધાની નજર રહેશ કારણ કે જો ભાજપ બહુમતી ન મેળવે અને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરે તો ગડકરી સંભિવત વડા પ્રધાન હશે એવી અટકળો થઈ રહી છે. જોકે ગડકરીએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે હું વડા પ્રધાન હોદ્દાની રેસમાં નથી અને નરેન્દ્ર મોદી જ ફરી વડા પ્રધાન બનશે.
ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન હંસરાજ આહીર ચોથી મુદત માટે સંસદસભ્ય બનવા ચંદ્રપુરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે તેમનો સામનો શિવસેનાના વિધાનસભ્ય સુરેશ ધનોકર સાથે થશે. સુરેશ લોકસભાની ચૂંટણી લડવા શિવસેનામાંથી કૉંગ્રેસમાં જોડાયા છે. 
સંરક્ષણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન સુભાષ ભામરે ધુળેમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની 
સામે કૉંગ્રેસના કુણાલ પાટીલ ઊભા છે. 
રાયગઢમાં ભારે ઉદ્યોગો ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન અનંત ગીતે ચૂંટણી લડી રહ્યા છે. ગીતે કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન ધરાવનાર એક માત્ર શિવસેનાના પ્રધાન છે. ગીતેને એનસીપીના સુનીલ તટકરેએ પડકાર્યા છે. 
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુશીલકુમાર શિંદે સોલાપુરમાં લિંગાયત સંત જયસિદ્ધેશ્વર સ્વામી તથા વંચિત બહુજન આઘાડીના ઉમેદવાર અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પૌત્રના પડકારનો સામનો કરી રહ્યા છે. શિંદે 
રાજ્યના મુખ્ય પ્રધાનપદે પણ રહી ચુક્યા છે.
2014ની લોકસભા ચૂંટણી જીતનાર બે સંસદસભ્યોમાંના એક તથા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય 
પ્રધાન અશોક ચૌહાણ નાંદેડમાં આ વખતે શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ ચીખલીકરનો સામનો કરી રહ્યા છે. 
બારામતીમાં ભાજપે એનસીપીના સંસદસભ્ય સુપ્રીયા સુળે પાસેથી બેઠક ઝુંટવી લાવા કમર કસી છે. બારામતી શરદ પવારનો ગઢ છે અને 2014ના મોદી મોજા વખતે પણ આ બેઠક પવારની પુત્રીએ જાળવી રાખી હતી. ભાજપે આ વકતે સુપ્રીયાની સામે રાષ્ટ્રીય સમાજ પક્ષના વિધાનસભ્ય  રાહુલ કુલની પત્ની કાંચનને મોદાનમાં ઉતારી છે. 
મવાલમાં એનસીપી નેતા અજીત પવારના પુત્ર પાર્થ ચૂંટણી લડી રહ્યા છે. તેમનો સામનો શિવસેનાના સંસદસભ્ય શ્રીરંગ બર્ને સામે થશે. 
શિરુરમાં જાણીતા અભિનેતા અમોલ કોલ્હે શિવસેનાના સંસદસભ્ય શિવાજી અધાલરાવ પાટીલ સામે જંગે ચડયા છે. 
અહમદનગર ભાજપ અને એનસીપી માટે મહત્તવનું છે. શરદ પવારે આ બેઠક કૉંગ્રેસના સીનીયર નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજયને આપવાની ના પાડી હતી. હતાશ સુજય ભાજપમાં જોડાયો હતો અને ત્યાં એનસીપીના વિધાનસભ્ય સંગરામ જગતાપ સામે ચંટણીમાં ઊભો છે.
ચૂંઠણી પછી રાધાકૃષ્ણ પાટીલે વિરોધ પક્ષના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું . કૉંગ્રેસ તેમની સામે શિસ્તના પગલા 17 જૂનના વિધાસભાના ચોમાસુ સત્ર પહેલાં લેશે. 42 વિધાનસભ્ય ધરાવતી કૉંગ્રેસને વિરોધ પક્ષના નેતાનું પદ મળે છે કે નહીં એ જોવાનું રહે છે. એનસીપી પાસે 41 વિધાનસભ્યો છે, પરંતુ તેમના એક વિધાનસભ્ય હનુમંત ડોલસનું તાજેતરમાં અવસાન થયું હતું. 
કૉંગ્રેસના વિધાનસભ્યો કાલીદાસ કાલામ્બકર, નિતેશ રાણે અને અબ્દુલ સત્તાર બળવાખરો હોવા છતાં તેઓ હજી સત્તવાર રીતે કૉંગ્રેસના વિધાનસભ્યો છે. 
મુંબઈમાં જોવાનું રહેશે કે દિગ્ગજ મિલિન્દ દેવરા અને પ્રીયા દત્ત 2014માં ગૂમાવેલા તેમના દક્ષિણ મુંબઈ અને મુંબઈ ઉત્તર મધ્યના ગઢ પાછા મળવે છે કે નહીં.
અભિનેત્રી ઊર્મિલા માતોંડકર ભાજપના ગોપાલ શેટ્ટી સામે ઉત્તર મુંબઈમાંથી લડત આપી રહ્યા છે.  સંજય નિરુપમ આ બેઠક 2014માં 4.40 લાખ મતોથી હારી ગયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer