ખેડૂતો પાસેથી ઘઉંના માર્કેટિંગ વર્ષમાં 29 લાખ ટન ઘઉંની ખરીદી કરાઈ

નવી દિલ્હી, તા. 18 : કેન્દ્રએ 2019-20ના ચાલુ માર્કેટિંગ વર્ષમાં ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં 292.6 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. આ સિઝનમાં સરકારે ઘઉંના પ્રોક્યુરમેન્ટ માટેનો લક્ષ્યાંક 357 લાખ ટનનો રાખ્યો છે. આ વર્ષે 1000 લાખ ટનનાં ઉત્પાદનનો લક્ષ્યાંક રખાયો છે.
દેશની સમાજકલ્યાણ યોજનાઓ માટે ફૂડ કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા સાથે રાજ્ય સરકારોની એજન્સીઓ લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી છે.
ઘઉંના લઘુતમ ટેકાના ભાવ આ વર્ષ માટે ક્વિન્ટલ દીઠ રૂા. 1840 નિયત કરાયાં છે.
આ વર્ષમાં અત્યાર સુધીમાં એફસીઆઈ અને રાજ્યોની એજન્સીઓએ 292.6 લાખ ટન ઘઉંનું પ્રોક્યુરમેન્ટ કર્યું છે. જેમાં 121 લાખ ટન ઘઉંની પંજાબ અને 90 લાખ ટનની હરિયાણામાંથી ખરીદી કરવામાં આવી છે તો એમ.પી.માંથી 53 લાખ ટન, યુપીમાંથી 29.3 લાખ ટન અને રાજસ્થાનમાંથી સૂચિતગાળામાં 8,59,000 ટન ઘઉંની ખરીદી કરાઈ હતી.
એફસીઆઈ દ્વારા ઘઉંના સ્ટોરેજ માટેની જગ્યાની ખેંચ અનુભવી રહ્યું છે.
ગયા વર્ષે સરકારે 358 લાખ ટન ઘઉંનું પ્રોક્યુરમેન્ટ કર્યું હતું. જ્યારે તેનો લક્ષ્યાંક 320 લાખ ટનનો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer