વિદેશી હૂંડિયામણની અનામત વધીને 420.05 અબજ ડૉલર થઈ

મુંબઈ, તા. 18 : ભારતના વિદેશી હૂંડિયામણની અનામત 10મેના સપ્તાહ માટે 1.368 અબજ ડૉલર વધીને 420.05 અબજ ડૉલર થઈ હતી. વિદેશી ચલણોની અસ્કયામતોમાં વૃદ્ધિ આ માટેની મહત્વનું પરિબળ રહ્યું છે. જ્યારે સૂચિત સપ્તાહના આગલા અઠવાડિયે હૂંડિયામણની અનામત 1719 લાખ ડૉલર વધીને 418.687 અબજ ડૉલર થઈ હતી.
સૂચિત ગાળા માટે વિદેશી ચલણોની અસ્કયામત 1.358 અબજ ડૉલર વધીને 392.227 અબજ ડૉલર થઈ હતી. જ્યારે સોનાની અનામત સૂચિત સપ્તાહમાં 23.021 અબજ યથાવત રહી હતી. જ્યારે આઈએમએફ સાથે સ્પેશલ ડ્રોઈંગ રાઈટ્સ 30 લાખ ડૉલર વધીને 1.454 અબજ ડૉલર થઈ હતી.
અગાઉ વિદેશી હૂંડિયામણની કિટ્ટી 13 એપ્રિલ, 2018ના 426.028 અબજ ડૉલરની વિક્રમ ઊંચી સપાટીને સ્પર્શી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer