કૉ-લોકેશન કેસમાં સેબીના આદેશને એનએસઈ પડકારશે

મુંબઈ, તા. 18 : અગ્રણ્ય શૅરબજાર નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઈ) કૉ-લોકેશન કેસમાં સેબીના ચુકાદાને સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યૂનલ (સેટ) સમક્ષ ટૂંક સમયમાં પડકારશે.
એપ્રિલમાં સેબીએ એક્સ્ચેન્જને ગેરવાજબી રીતે લઈ લીધેલો રૂા. 1000 કરોડનો નફો અને નવા ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સ છ મહિના માટે લોન્ચ નહીં કરવાનો ઉપરાંત હાલના તથા અગાઉના એન્ટિટીઝ સામે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.
આ `વોચ ડોગ' કૉ-લૉકેશન સંબંધિત પાંચ અલગ અૉર્ડરો આપ્યા હતા, જે 400 પાનાંમાં આલેખાયેલા હતા, જેમાં કંપની માને છે કે આ ઓર્ડરોને પડકારવા તેની પાસે મજબૂત પુરાવા છે, એમ એનએસઈએ જણાવ્યું હતું.
કંપની સેબી દ્વારા અપાયેલા અૉર્ડર સામે સેટ સમક્ષ અપીલ કરવા ધારે છે, એમ એક્સ્ચેન્જે તેના વાર્ષિક એકાઉન્ટ્સ માટેના નિવેદનમાં તેના એમડી તથા સીઈઓ વિક્રમ લિમયેએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer