દસ લાખની સોપારી આપી સુરતમાં સગા દીકરાએ કરાવી પિતાની હત્યા

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત. તા. 18: શહેરના પાંડેસરા  વિસ્તારમાં  કાપડનું કારખાનું ધરાવતા  એક વૃદ્વની તેમના જ પુત્રએ હત્યા કરાવીન ગુનો છુપાવવા માટે લાશને જમીનમાં દાટી દીધી અને પોલીસને શંકા ન જાય એ માટે પોતાના પિતા ગુમ થયાની જાણ પોલીસને કરી હતી. આખરે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સીસીટીવી અને પૂછપરછના આધીરે સમગ્ર કેસ ઉકેલીને પુત્ર સહિત એક વ્યકિતને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર  બમરોલી રોડ પર બાપા સીતારામ સોસાયટીમાં જિતેશ ટેક્ષ ટાઇલ નામે કાપડનું કારખાનું ધરાવતા અને શહેરના જ અલથાણ ગામની શૃંગલ રેસિડેન્સીમાં રહેતા  70 વર્ષીય પ્રહલાદભાઇ ત્રિભોવનદાસ પટેલ મૂળ.  રહે. કાશાગામ, તા.  વિસનગર મહેસાણા,  ને ગત તા. 14 મીએ કીમ ખાતે મશીન લેવા ગયા બાદ ઘરે પરત આવ્યા ન હતા. આ અંગે તેમના પુત્ર જિતેશે પિતા ગુમ થયાની ફરિયાદ પાંડેસરા પોલીસમાં નોંધાવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ખરેખર 70 વર્ષીય પ્રહલાદભાઇ ગુમ ન હોતા થયા પરંતુ પુત્રએ જ તેમની હત્યા કરાવી લાશને ભાઠેના વિસ્તારમાં  દાટી  દીધી હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને  મળી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જિતેશને શોધી કાઢયો હતો. અને તેની આકરી પૂછપરછ  કરતા તેણે હત્યાની કબુલાત  કરી હોવાનું જાણવા મળે છે. તેની કબુલાતના આધારે પોલીસે ભાઠેના  વિસ્તારમાં જઇ વૃદ્વ્રની લાશ જમીનમાંથી બહાર કાઢી હતી. 
આરોપી જિતેશે 20 દિવસ અગાઉ  જ  શહેરના ભાઠેના વિસ્તારમાં  4 કૃણાલ ઇન્ડસ્ટ્રીઝમાં એસ્ટેટમાં કારખાનું ભાડે રાખ્યું હતું.અને ત્યાં પુત્ર જિતેશ કારખાનાની જૂની મશીનરી બતાવવાનું કહી ,લઇ ગયો હતો. બાદમાં  પિતાની હત્યા કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે ભેદ ખોલ્યો હતો. સીસીટીવી તપાસતા હતા અને જિતેશનું નિવેદન લેતા આ દરમિયાન જિતેશે પિતા પ્રહલાદને બાઇકમાં બેસાડી અખબાર નગર સર્કલ  ઉતાર્યા હતા. જે કે પોલીસે સીસીટીવી ચેક કરતાં તે ભાઠેના લઇ ગયો હોવાનું સ્પષ્ટ થતું ન હતું.  
જિતેશનું પરિવારમાં અને ધંધામાં પિતા સાથે ઝઘડો થતો હોય વાંરવારના અણબનાવને અંત આણવા માટે ચાની લારીવાળા સંજય તુકારામ  અને સલીમ હજરત શેખને રૂા. 10 લાખની સોપારી આપી હતી. બાદમાં ભાડાના કારખાનામાં હત્યા કરી જમીનમાં લાશ દાટી દેવાનું  પૂર્વઆયોજીત કાવત્રું રચ્યું હતું.  પાવડાના સાત જેટલા  ઘા મારી હત્યા કરી હતી. કાવતરાં પ્રમાણે પિતાને કારખાને લઇને સંજયે વાતચીત કરી અંદર લઇ ગયો હતો. બાદમાં ત્યાં પહેલેથી હાજર  સલીમ શેખે પાવડાના સાતેક ઘા ઝીંકી હત્યા કરી હતી. બાદમાં તે જ સાંજે જિતેશ પણ ત્યાં ગયો હતો. અને લાશને જમીનમાં દાટી દીલી હતી. ક્રાઇમ બ્રાચે આરોપીઓને ઝડપી લાશ પાંડેસરા પોલીસને કબજો સોપી દઇ વધુ તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer