આજે છઠ્ઠા તબક્કામાં 59 બેઠકો પર મતદાન

આજે છઠ્ઠા તબક્કામાં 59 બેઠકો પર મતદાન
સાત રાજ્યોમાં મેનકા, અખિલેશ, રીટા બહુગુણા સહિતનાં 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

નવી દિલ્હી, તા. 11 (પીટીઆઈ) : લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું આવતીકાલે 12મી મેનાં 7 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન થશે. જેમાં 10.16 કરોડ મતદાતા કુલ 797 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં ત્રિપુરાની 1 બેઠક `િત્રપુરા પશ્ચિમ' માટે ફેરમતદાન કરવામાં આવશે. ત્રિપુરાની 29 વિધાનસભા બેઠક માટે 168 મતદાન કેન્દ્રો પર 11મી એપ્રિલનાં મતદાન થયું હતું. આ મતદાન રદ કરીને બીજીવાર કાલે મતદાન થશે.
કાલે અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહના માહોલમાં મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોને આવરી લેતી લોકસભાની ચૂંટણી માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ તબક્કામાં આશરે 10 કરોડ 16 લાખથી વધુ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરનાર છે.  શાંતિપૂર્ણરીતે મતદાન કરવા માટે એક લાખ 13 હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ત્રિપુરામાં પણ 168 મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.આવતીકાલે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં 14 સીટ પર મતદાન થનાર છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન થનાર છે. બંગાળમાં આઠ સીટ પર મતદાન થનાર છે. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન થશે.  બે તબક્કામાં હવે કુલ 118 સીટ પર મતદાન બાકી છે. જેમાં આવતીકાલે  દિવસે 59 સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ 542 સીટ પૈકી 483 સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ   19મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે. હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આવતીકાલે જે મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી, ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન રીટા બહુગુણા તેમજ ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ નિરહુઆનો સમાવેશ થાય છે.
કયા મહારથી મેદાનમાં અખિલેશ યાદવ (સ.પા. પ્રમુખ, આઝમગઢ), દિનેશ લાલ નિરહુઆ (ભાજપ નેતા, આઝમગઢ), મેનકા ગાંધી (કેન્દ્રીયમંત્રી, સુલ્તાનપુર), ચંદ્રભાન સિંહ (ગઠબંધન ઉમેદવાર, સુલ્તાનપુર), સંજયાસિંહ  (કોંગ્રેસ ઉમેદવાર, સુલ્તાનપુર), કેશરી દેવી પટેલ (ભાજપ, ફુલપુર), પંકજ નિરંજન (કોંગ્રેસ, ફુલપુર).

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer