ભારતને મળ્યું અમેરિકી `લાદેન કિલર'' હેલિકૉપ્ટર અપાચે

ભારતને મળ્યું અમેરિકી `લાદેન કિલર'' હેલિકૉપ્ટર અપાચે
વોશિંગ્ટન, તા.11: ભારતીય વાયેસેનાને લાદેન કિલર તરીકે ઓળખાતું પ્રખ્યાત અપાચે હેલિકોપ્ટરની ડિલિવરી શરૂ થઈ ચુકી છે. અમેરિકી કંપની બોઈંગ નિર્મિત એએચ-64ઈ અપાચે એટેક હેલિકોપ્ટર દુનિયાનું સૌથી આધુનિક અને ઘાતક હેલિકોપ્ટરમાંથી એક ગણવામાં આવે છે. અમેરિકાના જ એરિઝોનામાં ભારતીય વાયુસેનાને પહેલું અપાચે સોંપી દેવામાં આવ્યું છે. ભારતે અમેરિકા પાસેથી 22 અપાચે એટેક ખરીદવાનો સોદો કર્યો છે. આ હેલિકોપ્ટર મળવાથી હવે ભારત પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સરળતાથી એરસ્ટ્રાઈકને અંજામ આપી શકશે.
અપાચે એવું પહેલું હેલિકોપ્ટર છે જે ભારતીય સેનામાં વિશુદ્ધ હુમલા કરવામાં કામ આવી શકશે. ભારતીય સેના રશિયા નિર્મિત એમઆઈ-35નો ઉપયોગ વર્ષોથી કરે છે. પરંતુ હવે આ હેલિકોપ્ટર નિવૃત્ત થવાની અણીએ છે. અમેરિકન અપાચેને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તે કિલાબંધી ભેદીને દુશ્મન સરહદમાં ઘુસીને હુમલા કરવા સક્ષમ છે.  રક્ષા વિશ્લેષકોના માનવા પ્રમાણે અપાચે યુદ્ધના સમયમાં ગેમ ચેન્જર બની શકે છે. અમેરિકાએ બ્લેક હોક અને અપાચે હેલિકોપ્ટરમાં અમુક બદલાવ કરીને તેનો ઉપયોગ 2011માં અલકાયદા પ્રમુખ ઓસામા બીન લાદેનને મારવા માટે કર્યો હતો. વધુમાં અમેરિકાએ અપાચેનો ઉપયોગ પનામા, અફઘાનિસ્તાન અને ઈરાકમાં પણ કર્યો છે. અમેરિકાએ અપાચે એટેકને એડવાન્સ એટેક હેલિકોપ્ટર પ્રોગ્રામ હેઠળ તૈયાર કર્યું હતું. જેણે પહેલી ઉડાન 1975માં ભરી હતી પણ અમેરિકા સેનામાં 1986માં સામેલ કરવામાં આવ્યા હતા. આ હેલિકોપ્ટરમાં ટી700 ટર્બોશેફ્ટ એન્જિન છે અને 365 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. હેલિકોપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઈલ લાગેલી છે અને બન્ને તરફ 30મીમીની બે ગન છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer