ICSEની દસમાની પરીક્ષામાં ગોરેગામની સ્કૂલના બે ગુજરાતી વિદ્યાર્થીઓ ઝળક્યા

ICSEની દસમાની પરીક્ષામાં ગોરેગામની સ્કૂલના બે ગુજરાતી વિદ્યાર્થીઓ ઝળક્યા
મુંબઈ, તા. 11 : આઈસીએસઈની પરીક્ષામાં આ વર્ષે મોટા ભાગના વિદ્યાર્થીઓએ બહુ સારો દેખાવ કર્યે છે અને ઉત્કૃષ્ટ માર્ક સાથે ઉત્તીર્ણ થયા છે. 
ગોરગામની વિબગ્યોર ઈન્ટરનેશલ સ્કૂલમાં ભણતા સોહમ ભાયાણીને આઈસીએસઈ બોર્ડમાં 98 ટકા આવ્યા છે. સોહમે કહ્યું હતું કે, વર્ષ દરમિયાન ટાઈમટેબલ બનાવીને અભ્યાસ કર્યો હતો. છેલ્લા ત્રણ મહિના મમ્મીએ  મારી સાથે તનતોડ મહેનત કરી એટલે હું આટલા માર્ક લાવી શક્યો. તેમ જ શાંતિથી અભ્યાસ કઈ રીતે કરવો તે બાબતે મારા દાદા-દાદી મને હંમેશાં સમજાવતા અને પ્રોત્સાહન પણ આપતા. સોહમનું સપનું સીએ બનીને પરિવારનું નામ રોશન કરવાનું છે. 
કાંદિવલીમાં રહેતા અને ગોરેગામની વિબગ્યોર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા વશિષ્ટ કાનાણીને માતા-પિતાના ટેકા અને ટીચરોના માર્ગદર્શનથી 97.20 ટકા મેલવ્યા છે. વશિષ્ટે કહ્યું હતું કે, નવમું અને દસમું ધોરણ એમ બે વર્ષ સોશિયલ મીડિયા અને શોખ બધું જ બાજુ પર મૂકીને સખત મહેનત કરી ત્યારે આટલા ટકા આવ્યા છે. દિવસનો થાક ઉતારવા ફક્ત `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ જોતો હતો. હવે આગળ લૉ ભણવાનો વિચાર છે. વશિષ્ટને ટ્રાવેલિંગનો બહુ શોખ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer