ચૂંટણી બે વિચારધારા માટેની લડાઈ : રાહુલ ગાંધી

ચૂંટણી બે વિચારધારા માટેની લડાઈ : રાહુલ ગાંધી
ન્યાય યોજના મારફતે પાંચ વર્ષના નુકસાનની ભરપાઈ કરવામા આવશે

શાજાપુર, તા. 11 : લોકસભા ચુંટણીમાં પ્રચારમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આજે વ્યસ્ત રહ્યા હતા. રાહુલ ગાંધીએ આજે મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના શુજાલપુર ખાતે ચૂંટણી રેલી યોજી હતી. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદી માત્ર વચન આપી રહ્યા છે. પરંતુ  જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે ન્યાય યોજના લાવવામાં આવશે. અમે 15 લાખ રૂપિયા આપવાનું વચન આપી રહ્યા નથી. પરંતુ ન્યાય યોજના લઈને આવી રહ્યા છે. પોતાની ટીમને કહી ચુક્યા છે કે, એક સારી યોજના તૈયાર કરવામાં આવે. વડાપ્રધાનની જે ભાવના હતી તે સારી હતી. 25 કરોડ લોકોને કેટલા પૈસા આપી શકાય છે તેવી વાત કરવામાં આવી હતી. મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં જે નુકસાન પહોંચાડયું છે તે નુકસાનની ભરપાઈ ન્યાય યોજના મારફતે કરવામાં આવશે. રાહુલે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી બે વિચારધારાની લડાઈ છે. એક બાજુ ભાજપ અને સંઘના લોકો છે અને બીજુ બાજુ કોંગ્રેસ પાર્ટીના લોકો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer