ફેડરર મેડ્રિડ ઓપનમાંથી બહાર હાલેપ ફાઈનલમાં પહોંચી

ફેડરર મેડ્રિડ ઓપનમાંથી બહાર હાલેપ ફાઈનલમાં પહોંચી
સેમિફાઈનલમાં જોકોવિચ અને ઓસ્ટ્રેલિયાના થિએમ વચ્ચે મુકાબલો

નવી દિલ્હી, તા. 11 : ઓસ્ટ્રેલિયાના કેડોમિનિક થિએમે 2 મેચ પોઈન્ટ બચાવતા દિગ્ગજ રોજર ફેડરરના પડકાર ઉપર 3-6, 7-6, 6-4થી જીત મેળવીને પૂર્ણ વિરામ મુક્યું છે અને મેડ્રિડ ઓપનના સેમિફાઈનલમાં જગ્યા મેળવી છે. ત્રણ વર્ષ બાદ ક્લે કોર્ટ ઉપર વાપસી કરનારા ફેડરરે ક્લે કોર્ટ ઉપર 2016ના છેલ્લા મેચમાં પણ થિએમ સામે હારનો સામનો કર્યો હતો. બીજી તરફ નોવાક જોકોવિચે પણ મારિન સિલિચ દૂર થતા અંતિમ 4માં પ્રવેશ કર્યો હતો. ફેડરરને હરાવ્યા બાદ હવે સેમિફાઈનલમાં થિએમનો મુકાબલો જોકોવિચ સામે થશે.  જ્યારે નાડાલનો મુકાબલો સ્ટેફાનોસ સિટસિપાસ સામે થશે. મહિલા વર્ગમાં રોમાનિયાની સિમોના હાલેપે મહિલા એકલ વર્ગના ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હાલેપે સેમિફાઈનલમાં સ્વિસ ખેલાડી બેલિન્ડા બેનસિચને 6-2, 6-7(2-7), 6-0થી હરાવી હતી. આ સાથે જ હાલેપ કારકિર્દીમાં ચોથી વખત મેડ્રિડ ઓપનના ફાઈનલમાં પહોંચી છે. હવે જો હાલેપ ટૂર્નામેન્ટ જીતી લેશે તો ફરીથી મહિલા વર્લ્ડ રેન્કિંગમાં સૌથી ઉપર પહોંચી જશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer