નેમાર ઉપર ત્રણ મેચનો પ્રતિબંધ

નેમાર ઉપર ત્રણ મેચનો પ્રતિબંધ
પેરિસ, તા. 11: પેરિસ સેન્ટ - જર્મનના દિગ્ગજ ફૂટબોલર નેમારને શુક્રવારે ત્રણ મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ફ્રેન્ચ કપના ફાઈનલમાં હાર બાદ પ્રશંસક સાથે ઘર્ષણના કારણે પ્રતિબંધ લદાયો છે. પ્રતિબંધની ઘોષણા કરતા ફ્રેન્ચ ફૂટબોલ મહાસંઘે કહ્યું હતું કે, આ પ્રતિબંધ 13 મેથી પ્રભાવી રહીશે. જેથી બ્રાઝિલનો સ્ટાર ફૂટબોલર સ્થાનિક ચેમ્પિયન ટીમ માટે એન્જર સામે લીગ વન મુકાબલામાં રમી શકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer