આઈપીએલ ફાઈનલમાં અમ્પાયરિંગ કરશે નાઈજેલ લોન્ગ

આઈપીએલ ફાઈનલમાં અમ્પાયરિંગ કરશે નાઈજેલ લોન્ગ
નોબોલ વિવાદમાં ગુસ્સો બતાવવા અંગે બીસીસીઆઈનો પગલાં ન ભરવાનો નિર્ણય

નવી દિલ્હી, તા. 11: બ્રિટિશ અમ્પાયર નાઈજેલ લોન્ગ આઈપીએલના ફાઈનલમાં અમ્યાયરિંગ કરશે કારણ કે બીસીસીઆઈએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે થયેલા મુકાબલા બાદ ગુસ્સો જાહેર કરવા બદલ લોન્ગ સામે કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો છે. 
આઈસીસી એલીટ પેનલના અમ્પાયર લોન્ગે નોબોલને લઈને વિરાટ કોહલી અને ઉમેશ યાદવ સાથે દલીલ કર્યા બાદ સ્ટેડિયમના એક રૂમના દરવાજાને નુકસાન પહોંચાડયું હતું. આ મામલે બીસીસીઆઈની પ્રશાસકોની સમિતિએ આઈપીએલ સંચાલન ટીમથી સલાહ લીધા બાદ લોન્ગને આઈપીએલ ફાઈનલમાં મેચ અધિકારીની ભૂમિકા ભજવવાની મંજૂરી આપી હતી.  લોન્ગ સામે કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘે ફરિયાદ કરી હતી. અમ્પાયરે બાદમાં પોતાના વ્યવહાર અંગે માફી માગી હતી અને નુકસાનની ભરપાઈ માટે 5000 રૂપિયાની ચુકવણી કરી હતી પરંતુ કેએસસીએસ લોન્ગ ઉપર પ્રતિબંધ ઈચ્છતું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer