ભારતીય ફૂટબોલને સ્ટીમાકના અનુભવનો લાભ મળશે : ડ્વોર સૂકર

ભારતીય ફૂટબોલને સ્ટીમાકના અનુભવનો લાભ મળશે : ડ્વોર સૂકર
જાગ્રેબ (ક્રોએશિયા), તા. 11 :  ક્રોએશિયાના ઈગોર સ્ટીમાક ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ બને તેવી પુરી શક્યતા છે અને ક્રોએશિયાઈ ફૂટબોલ મહાસંઘના અધ્યક્ષ ડ્વોર સૂકરના માનવા પ્રમાણે ભારતને સ્ટીમાકના અનુભવનો ખૂબ લાભ મળશે. સ્ટીમાક ક્રોએશિયાની એક ટીમનો હિસ્સો હતા જે 1998ના વિશ્વકપમાં  ત્રીજા ક્રમાંકે રહી હતી. સૂકર પણ આ ટીમમાં હતા અને સ્ટીમાક સાથે મળીને ક્રોએશિયાની સફળતામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.  સૂકરના કહેવા પ્રમાણે ઈગોર સ્ટીમાક પોતાના સમયનો દિગ્ગજ ખેલાડી છે અને તેની પાસે ક્રોએશિયાની રાષ્ટ્રીય ટીમ અને ઈંગ્લેન્ડમાં રમવાનો સારો અનુભવ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer