ટાઈમની કવર સ્ટોરીનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ

મોદીને મુખ્ય વિભાજનકારી ગણાવતા લેખનો રચૈતા તાસિર ભારતીય પત્રકાર તવલીન સિંહનો પુત્ર છે 

નવી દિલ્હી, તા. 11 : અમેરિકાના ટાઈમ મેગેઝીને પોતાના નવા સંસ્કરણના કવર પેજ ઉપર વડાપ્રધાન મોદીને જગ્યા આપી પણ તેનું શિર્ષક ભારતના મુખ્ય વિભાજનકાર એવું આપ્યું છે. આ આર્ટિકલમાં મોદી સરકારની આલોચના કરવામાં આવી છે. જેના લેખક આતિશ તાસિરની ખૂબ ચર્ચા થઈ રહી છે. તાસિર પાકિસ્તાનના બિઝનેસ મેન અને ભારતીય પત્રકાર તવલીન સિંહનો પુત્ર છે. 
તાસિરના પિતા સલમાનને 2007માં પાકિસ્તાનમાં કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પંજાબપ્રાંતના ગર્વનર બન્યા હતા. પાક. પંજાબના ગર્વનર રૂપે સલમાન તાસિરને તેમના જ સુરક્ષા ગાર્ડે 2011માં ગોળી મારીને હત્યા કરી હતી. આસિશ તાસિરનો જન્મ બ્રિટનમાં થયો હતો અને બાળપણ દિલ્હીમાં પસાર થયું છે. આ અગાઉ 2011માં તાસિરે વોલ સ્ટ્રીટ જનરલમાં વાય માય ફાધર હેટેડ ઈન્ડિયા આર્ટિકલ લખ્યો હતો. જેનો પણ વિરોધ થયો હતો. તેવામાં હવે ફરી એક વખત મોદી વિરૂદ્ધ લેખ લખવા બદલ આતિશ તાસિર ઉપર સોશિયલ મીડિયામાં શાબ્દિક પ્રહાર થઈ રહ્યા છે. અમુક યુઝર્સે તો આતિશ તાસિરને કોંગ્રેસનો પીઆર મેનેજર પણ ગણાવ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer