વૈશ્વિક ખાદ્યાન્નના ભાવ એપ્રિલમાં વધ્યા

રોમ, તા. 11 : એપ્રિલમાં ખાદ્યાન્નના વૈશ્વિક ભાવ 1.5 ટકા વધ્યા હતા. ડેરી અને મટનના ભાવમાં ઉછાળાને કારણે જાડા ધાન્યોમાં ભાવઘટાડો ધોવાઈ ગયો હતો એમ યુનાઈટેડ નેશન્સ ફૂડ એજન્સીએ જણાવ્યું હતું. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (ફાઓ)એ આ વર્ષે (2019) માટે જાડા ધાન્યોના વૈશ્વિક વિક્રમી ઉત્પાદનની આગાહી કરી હતી, જ્યારે 2018માં ઘટાડો રહ્યો હતો.
ફાઓને ખાદ્યાન્ન ભાવનો ઈન્ડેક્ષ જેમાં જાડાં ધાન્યો, તેલીબિયાં, ડેરી ઉત્પાદનો, મટન અને ખાંડના ભાવમાં માસિક ફેરફારો નોંધાતા હોય છે, તે ગયા મહિને સરેરાશ 170.1 પૉઈન્ટસ રહ્યો હતો, જે માર્ચમાં 167.5 પૉઈન્ટસ હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer