વિદેશી હૂંડિયામણની અનામત વધીને 418.7 અબજ ડૉલર થઈ

મુંબઈ, તા. 11 : દેશની વિદેશી હૂંડિયામણની અનામત 3 મે, 2019ના સપ્તાહમાં 1719 લાખ ડૉલર વધીને 418.687 અબજ ડૉલરની થઈ હતી. તેનું મુખ્ય કારણ વિદેશી ચલણોના અસ્કયામતોમાં વૃદ્ધિ રહ્યાનું મનાય છે. તેના આગલા સપ્તાહમાં હૂંડિયામણની અનામત 4.368 અબજ ડૉલર વધીને 418.519 અબજ ડૉલરની થઈ હતી.
સૂચિત સપ્તાહમાં વિદેશી ચલણોની અસ્કયામત 4483 લાખ ડૉલર વધીને 390.869 અબજ ડૉલરની થઈ હતી.
સોનાની અનામત સૂચિત સપ્તાહ માટે 2816 લાખ ડૉલર ઘટીને 23.021 અબજ ડૉલરની રહી હતી, તો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટસ (એસડીઆર) 16 લાખ ડૉલર વધીને 1.451 અબજ ડૉલર થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer