ખાતર કૌભાંડ કૃષિપ્રધાન ફળદુએ તપાસના આદેશ આપ્યા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : ખેડૂતોને  200 ગ્રામથી 1 કિલો ઓછું ખાતર આપી તેમની સાથે રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ મામલે કૃષિપ્રધાન આર. સી. ફળદુએ તપાસના આદેશ આપ્યા છે અને અધિકારીઓ પાસેથી તેનો વિસ્તૃત અહેવાલ પણ માગ્યો છે અને ઓછા ખાતરથી ભરેલી ગૂણીઓ જપ્ત કરવા આદેશ આપ્યો છે.
રાજ્યમાં ખાતરના થેલામાં ઓછું ખાતર અપાતું હોવાનું ધ્યાન પર આવતા મુખ્ય સચિવ જે. એન. સિંહે જીએનએફસી અને જીએસએફસીના મૅનેજિંગ ડિરેક્ટરને ખાતર વેચાણ બે દિવસ બંધ રાખવા અર્થાત રવિવાર સુધી બંધ રાખવા સૂચના આપી છે. આ બે કંપનીઓના રાજ્યના તમામ ડેપો પર વેચાણ બંધ રાખી કેન્દ્ર પર ખાતરના વજનની સંપૂર્ણ ચકાસણી કરી તેની વીડિયોગ્રાફી કરવાની પણ સૂચના આપી છે.  આ અંગે સંપૂર્ણ ખાતરી થયા પછી સોમવારથી વેચાણ શરૂ કરવાની સૂચનાઓ આપી છે. હાલ આ બન્ને કંપનીઓએ ખાતરનો સ્ટોક પાછો ખેંચ્યો છે અને તેનું રિકેલિબ્રેશન કરી સોમવારથી પાછું વેચાણમાં મૂકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer