ફરિયાદ બાદ હજી એફઆઈઆર કેમ થઈ નથી?

સરકારને સુપ્રીમનો સવાલ  

નવી દિલ્હી, તા. 11 : રફાલ સોદા અંગેના સર્વોચ્ચ અદાલતના ચુકાદાની સમીક્ષા માગતી અરજીઓની અદાલતમાં ચાલી રહેલી સુનાવણી કરી રહેલી બેન્ચના ન્યાયમૂર્તિ કેએમ જોસેફે સરકારને સવાલ કર્યો હતો કે રાફેલ સોદા સંબંધે ગયા વર્ષના ઓક્ટો.માં સીબીઆઈમાં થયેલ ભ્રષ્ટાચારની ફરિયાદ પરથી હજી સુધી એફઆઈઆર કેમ નોંધાઈ નથી ? સુનાવણી દરમિયાન ન્યા. જોસેફે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને સવાલ કર્યો હતો કે સવાલ એ છે કે, કોઈ ફરિયાદ થાય ત્યારે કાયદા હેઠળ એફઆઈઆર નોંધાવવા તમે બંધાયેલા છો કે કેમ?
ભ્રષ્ટાચાર રોક ધારાની વિવિધ જોગવાઈ હેઠળ ઓક્ટો.માં ફરિયાદ થઈ હતી. ન્યા. જોસેફે લલિથાકુમારી કેસમાં બંધારણીય બેન્ચે આપેલો ચુકાદો ટાંક્યો હતો, જેમાં ઠરાવાયું હતું કે પોલીસ તથા સીબીઆઈ જેવી વૈધાનિક ઓથોરિટી એફઆઈઆર નોંધાવવા અને ફરિયાદની તપાસ કરવા બંધાયેલા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer